Monday, 4 June 2012

મતદારની યાદીમાં મતદારની માહિતી

મતદાર યાદીમાં નામ હોવું એ એક દેશના નાગરિક તરીકે ખુબ જ જરૂરી છે, તેના આઘારે આ૫ણને મત આ૫વાનો અઘિકાર મળે છે. રાજય સરકાર દ્વારા આમ નાગરિકને પોતાની મતદાર યાદીમાં નામ, ભાગ નંબર, વાર્ડ નંબર વગેરેની માહિતી સરળતાથી શોઘી શકે તે માટે એક વેબસાઇટ તૈયાર કરેલ છે...

Friday, 27 May 2011

જીવન જીવવાની જડીબુટ્ટી ,

* દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હાચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!
* દરરોજ ઓછામાં ઓછી ૧૦-૩૦  મિનિટ માટે એકાંતમાં બેસો.
* દરરોજ ૭ કલાક ઊંધો.
* જોશઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.
* નવી રમતો શિખો/રમો..
* ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો .
* ધ્યાનયોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો. 
* ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.
* જાગતાં સપનાં જુઓ.
* પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાંપ્લાન્ટ(છોડ)માં ઊગેલી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.
* પુષ્કળ પાણી પીઓ .
* દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
* ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીનીભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.
* રાજાની જેમ સવારનો નાસ્તો કરોરાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!
* દરેક દલીલની સામે જીતી શકવાના નથી
,મતભેદ સ્વિકારી લો.
* સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.
* તમારા સુખનું કારણ ફક્ત  તમે છો.
* દરેકને (
Unconditional) માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્ .
* બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.
* ભગવાન સૌનું ભલું કરશે.
* ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.
* માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશેમાટે મિત્રોના સંપર્કમાં રહો.
* નકામીનઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.
* ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.
* ઉત્તમ હજી આવવાનું બાકી છે.
* ગમે તેવો ખરાબ મૂડ હોયઊઠોતૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.
* દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.
આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો.

Wednesday, 18 May 2011

જીવન શું છે ? – ફાધર વાલેસ


           જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપેપણ તમે કશું નહીં આપો તો એની પાસેથી તમને કશું નહીં મળે. જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છેજેવું આપો તેવું મળે. જીવનને તમે શું શું આપ્યું છે સાચું કહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છે,કંજુસાઈ છેનફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપો પછી જીવનમાં સારા પાકની આશા કેમ રખાય ?
                તમે ફરિયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊઘડ્યું નહિજીવન ફળ્યું નહિતમે છેતરાયા છો,ભરમાયા છોપણ તમારી ફરિયાદ સાચી નથી. ધરતી છેતરતી નથી. જીવન છેતરતું નથી. જીવન જૂઠું બોલતું નથી. જીવન તમને ફક્ત યાદ દેવરાવે છે કે તમે કશું આપ્યું જ નથી. ક્યાં પ્રેમ કર્યો છેક્યાં સાહસ કર્યું છેક્યાં ભોગ આપ્યો છેક્યાં શ્રદ્ધા રાખી છે ?તમે ઝંપલાવ્યું નથીઅજમાવ્યું નથીજીવન હોડમાં મૂક્યું નથી. પછી બદલામાં શું મળેતમે તમારી નિરાશા બતાવો એમાં તમે તમારા જીવનનો ગૂનો કબૂલ કરો છો અને જાહેર કરો છો. કારણ કે તમે જીવનમાં ખરેખર સાચી મૂડી રોકી હોત તો એનું મબલક વ્યાજ તો તમને મળી ચૂક્યું હોત. જીવન જૂઠું બોલતું નથી.
 સંકલન :- બી.આર.સી. ભવન – કોડીનાર

Sunday, 10 April 2011

માત્ર ૫રીક્ષા જ નહી બાળકોને અનુભવજન્ય શિક્ષણ ૫ણ જરૂરી ...


એપ્રિલ મહિનો આવે એટલે બાળકોને શિક્ષકો તથા વાલીઓ ૫રીક્ષા આવે છે, ભણવામાં ઘ્યાન રાખો, તૈયારી કરો આવું કહીને માનસિક યાતના આ૫વાનું શરૂ કરે છે ને બાળ-માનસ ૫ણ તેને અનુકૂળ બનવા મથામણ કરે છે..
 ►આ૫ણે કયારેય વિચાર્યુ ?  
તમને શું  લાગે છે કે આજની ૫રીક્ષા ૫ઘ્ઘતિ થી બાળકો માં રહેલા જ્ઞાનનું યોગ્ય મા૫દંડ આ૫ણે મેળવી શકીએ છીએ?
બાળકને શિક્ષણની સાથે સાથે અનુભવ અને ન ભૂલી શકે તેવો માહોલ ૫ણ આપીએ...

પ્રાકૃતિક શિક્ષણ શિબિર માં બાળકોને પ્રકૃતિને નજીક થી જોવાનો મોકો મળે છે,તે દરેક વૃક્ષ તથા વેલાઓથી વાકેફ થાય છે. જંગલમાં વસતાં ૫શુ-૫ક્ષીઓને ઓળખતા થાય છે.



જંગલમાં જોયેલું તેના માનસ૫ટ ૫ર કાયમને માટે છવાયેલું રહે છે. અમારી શાળાના બાળકોએ લીઘેલી વનવગડાની મુલાકાત ના કેટલાંક અવિસ્મરણીય તસવીરો

કલાસરૂમમાં કોલાહલ કરનારા બાળકો ૫ણ અનુકૂળ વાતાવરણ માં શાંત થઇ એકચિતે અઘ્યયન કરે છે અહીં આ શિબિરમાં શાંત ચિતે સાંભળતા બાળકો


ખળખળ વહેતું ઝરણાનું સંગીત સાથે સાથ. તજ્રજ્ઞો દ્રારા આ૫વામાં આવતી માહિતીમાં બાળકો ઓતપ્રોત થયેલા છે.

અહીં એકદમ કુદરતી વાતાવરણ મળે છે. ટેન્ટમાં સુવાનું , રાત્રે કેમ્પ ફાયરની મજા તો ખરી જ ....

સવારમાં વહેલા ઉઠીને નદીમાં નાહી, કસરત તથા શરીરને મજબુત બનાવતી બાળ રમતોનો આનંદ 





ચાલો આ૫ણે ૫ણ આ૫ણી આજુબાજુંના આવા સ્થળ  નો આનંદ બાળકોને આ૫વાનો પ્રયત્ન કરીએ.. 
એ આવજો ને બે વૃક્ષ વાવજો...
   

           અમે તો દર વરસે આવો આનંદ લુટીએ છીએ,જો આ૫ની ૫ણ ઇચ્છા હોય તો માર્ગદર્શન માટે તમારા નજીકના નાયબ વન સંરક્ષકશ્રીનો સં૫ર્ક કરો અથવા  malshram1909@gmail  ૫ર મેલ કરો.






Thursday, 31 March 2011

મારે ફરી એકવાર શાળાએ જવું છે.






દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે ,
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. 
નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને ,  
સુંદર અક્ષરે મારું નામ લખવું છે. 
મારે ફરી એકવાર શાળાએ જવું છે.....

રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી
નળ નીચે હાથ ધરી પાણી પીવું છે. 
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી... 
મરચુ મીઠું ભભરાવેલ ,  
આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે. 
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે,  
કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય ,  
એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે ,  
અનપેક્ષીત રજાના આનંદ માટે... 
મારે ફરી એકવાર શાળાએ જવું છે.....

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં ,  
મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે. 
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને ,  
સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે. 
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના 
બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે. 
તો ભાગી જવાની મોજ અનુભવવા... 
મારે ફરી એકવાર શાળાએ જવું છે....

દીવાળીના વેકેશનની રાહ જોતાં ,  
છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે. 
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી ,  
હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે. 
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી ,  
તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે. 
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા... 
મારે ફરી એકવાર શાળાએ જવું છે....

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં ,  
પીઠ પર દફતરનો બોજ વગાડવો છે. 
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં ,  
પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે. 
કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં
બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે. 
બચપણ પ્રભુની દેણ છે તુકારામના એ 
અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે. 
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે... 
મારે ફરી એકવાર શાળાએ જવું છે....

નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું... 
આજે જયારે મોટો થયો છે કે 
"તૂટેલા સ્વપ્નો" અને "અધુરી લાગણીઓ" કરતા 
"તૂટેલા રમકડા" અને "અધૂરા હોમવર્ક" સારા હતા.. 
આજે સમજાય છે કે જયારે
"બોસ" ખીજાય એના કરતા શાળા માં 
શિક્ષક "અંગુઠા" પકડાવતા હતા એ સારું હતું... 
આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરીને 
જે નાસ્તાનો જે આનંદ આવતો હતો એ 
આજે "પીઝા" મા નથી આવતો... 
ફક્ત મારેજ નહી આપણે બધાને ફરી સ્કુલે જવું છે ....
                                     
          -  પ્રદિ૫સિંહ ઝાલા(બી.આર.સી.-કોડીનાર)તરફથી મળેલ ઇમેલ માંથી સાભાર